One Voice, Feel Good
મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવાર ને
આ યોજનાનો લાભ મળશે.

Frequently Asked Questions
1સંવેદના સંસ્થા શું છે? કેટલા સમય થી કાર્યરત છે ?
- સંવેદના સંસ્થા છેલ્લા 2016 થી માનવસેવા થી વરેલી છે.
2સંવેદના સંસ્થા પાસે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ છે?
3પ્રેમાળ યોજના શું છે?
- પ્રેમાળ યોજના એ બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય ને પ્રોત્સાહિત કરવાની એક પહેલ છે. જેમાં લાભાર્થી દીકરા / દીકરી ને યોગ્ય પાક્તી મુદત પર લગ્ન અથવા ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય કરવામાં આવે છે.
- જે સહાય 18વર્ષ મળવાપાત્ર છે.
- ફોર્મ ભરનાર ની વય મર્યાદા જન્મ ના ૦ દિવસ થી ૫ વર્ષ ની વયમર્યાદા વાળા બાળકો માટે જ છે.
- પ્રેમાળ યોજના એ માતા પિતા નો આર્થિક ભાર ઓછો કરવાની પહેલ છે. મોંઘવારી ને સામે તણાવ મુક્ત જીવન જીવી શકે તે માટે નો એક ભગીરથ પ્રયાસ છે.
4પ્રેમાળ યોજના માં કોણ ફોર્મ ભરી શકે?
- સંવેદના સંસ્થા તમામ જાતિ,જ્ઞાતિ ધર્મ, સમુદાય, ના લોકો વચ્ચે ભેદભાવ એક ચોક્કસ સમુદાય માટે કાર્ય કરતુ નથી. તમામ સમુદાય ના લોકો ભરી શકે છે. જે ખરેખર આર્થિક રીતે મજબૂત ના હોય તેવા જ લોકો ને પહેલો લાભ મળશે.
5કઈ જગ્યા ના લોકો માટે આ યોજના છે?
- પ્રેમાળ યોજના માં તમામ લોકો અને ગુજરાત ના તમામ શહેર, જિલ્લા, તાલુકા, ગામ માં વસતા લોકો ભરી શકે છે, આ યોજના નું ફોર્મ ઓનલાઇન હોવાથી સરળતા થી ભરી શકે છે.
6પ્રેમાળ યોજના માં અમારું ફોર્મ સિલેકટ થયું કે રિજેક્ટ તેનું માહિતી કેવી રીતે મળશે?
- આ યોજના માં આપ નું ફોર્મ સિલેક્ટ કે નિષ્ફળ થશે તો સંસ્થા દ્વારા આપ ને SMS થી માહિતી આપી દેવામાં આવશે.
7આ ફોર્મ કેટલી વય મર્યાદા સુધી ના બાળકો ભરી શકે?
- આ ફોર્મ 0 દિવસના બાળક થી 5 વર્ષ સુધી ના ઉંમર ધરાવતા બાળકો ના વાલી ઓ ભરી શકે છે.
8આ યોજના માં સિલેક્ટ થયાં બાદ જરૂરી ડોક્યુમેન્ટ અમે કેવી રીતે મેળવી શકીએ?
- પ્રેમાળ યોજના માં સિલેક્ટ થયાં બાદ સંસ્થા તરફ થી SMS થી આપવામાં આવશે. ત્યાર બાદ સંસ્થા તરફથી એક બોન્ડ વિતરણ કાર્યકમ કરવામાં આવશે, જેની તમને જાણકારી આપવામાં આવશે.
9સંવેદના સંસ્થા ની પ્રેમાળ યોજના ક્યાં સુધી શરુ રહેશે?
- આ યોજના માં લિમિટેડ લાભાર્થી હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે ભરી ને લાભ મેળવી શકો છો.
10ફોર્મ ભરનાર લાભાર્થી એ શું કાળજી રાખવી?
- આ યોજના માં ફોર્મ ભરનાર માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે સ્પેલિંગ ભૂલ કે અટક, નામ જે પણ માહિતી માંગી હોય તેમાં ભૂલ ના રહે, સચોટ અને સત્ય માહિતી રહે એવો પ્રયાસ કરવાથી ફોર્મ ભરનાર વ્યક્તિ નું ફોર્મ સિલેક્ટ થવાની શક્યતા વધુ રહેલ છે.